અદભુત ગુજરાતી ફિલ્મ - ચિત્કાર

મિત્રો, આજે આપણે જોઈશુ એક અદભુત ગુજરાતી ફિલ્મ, જેનુ નામ છે - ચિત્કાર (જેમાં વાત છે એક ડોક્ટર અને દર્દીના વચ્ચેના માનવીય સંબંધોની)

ચિત્કાર એ એક સમર્પિત ડૉક્ટરના કઠોર જીવનની વાર્તા છે, જે માનસિક બિમારીથી દર્દીને સાજા કરવા માટે સમાજના નિયમોથી વિરૂદ્ધ જઈને, સમાજની સ્વીકૃતિ મેળવવાની રીત માંથી બહાર નીકળી ને મહિલા દર્દીને સાજા કરવાના તમામ મરણીયા પ્રયાસ કરે છે જેને આપણો આ દંભી સમાજ સ્વીકારતો નથી. શું તે મહીલા દર્દીને ફરીથી સામાન્ય જીવન આપી શકશે? ચાલો જોઈએ આ વાર્તાને એક ફિલ્મના સ્વરુપે.

સત્ય ઘટના પર આધારીત આ ફિલ્મ અનેક ગુણ-દોષ ધરાવે છે. આ વાર્તા પરથી સતત એકધારા ૨૫ વર્ષો સુધી એક સફળ નાટક પણ ભજવાયુ હતુ, અને તેના આધારે અને તે જ નામ લઈને દિગ્દર્શક લતેશ શાહે આ નાટકને ફિલ્મમાં રૂપાંતરિત કરવાના શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે. લતેશભાઈએ એકદમ સચોટ, સરળ સ્ક્રીનપ્લે અને સારા સંવાદોનો સમન્વય કરી ને આ અદભુત ફિલ્મ બનાવી જેના માટે તેમને હંમેશા ગર્વ રહેશે. હિતેન કુમાર, સુજાતા મહેતા અને દીપક ઘીવાલા જેવા અનુભવી અભિનેતાઓને લીધે ફિલ્મ વધુ પ્રભાવશાળી બની ગઈ છે. તો ચાલો માણીએ આ અફલાતુન ગુજરાતી ફિલ્મ "ચિત્કાર"
.

૨૦ એપ્રિલ ૨૦૧૮ ના રોજ આ ફિલ્મ રાજ્યભરમાં રીલીઝ કરવામાં આવેલી અને દર્શકોએ ખુબ જ આવકારી હતી.

ફિલ્મના ડાયરેક્ટરઃ લતેશ શાહ
પ્રોડ્યુસરઃ લતેશ શાહ, ધવલ ગડા અને અક્ષય ગડા
કલાકારોઃ હિતેન કુમાર, સુજાતા મહેતા, દિપક ઘીવાલા અને ચેતન વોરા
લેખકઃ લતેશ શાહ
સંગીતઃ રજત ધોળકીયા
સીનેમેટોગ્રાફિઃ એસ.પપ્પુ
એડીટરઃ ઉમેશ ગુપ્તા અને શંકર પાંડે


No comments

Powered by Blogger.